All Donation Will Get Relief Under 80G

Free service of ambulance for sick, injured, untimely cows

શ્રી કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ માં આપનું સ્વાગત છે

કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ની સ્થાપના ગાંધીધામ ના વેપારીઓ દવારા આજ થી નવ વર્ષ પહેલા કરવામાં આવેલ. સંસ્થા નો ઉદેશ બિમાર તથા ઈજાગ્રસ્ત , બિનવારસુ , ગૌ વંશ ને પોતાની એમ્બ્યુલન્સ મારફત " કામધેનુ ગૌ સારવાર કેન્દ્ર " માં લઇ જઈ સારવાર કરવામાં આવે છે. ગૌ ધન સ્વસ્થ થતા તેને પાંજરા પોળ માં મોકલી આપવામાં આવે છે. ઉપરોક્ત કાર્ય માટે સંસ્થા પાસે બે એમ્બ્યુલન્સ છે. જે સતત આ કાર્ય માં જોડાયેલી રહે છે. સંસ્થા તરફ થી આ પ્રવૃત્તિ ગાંધીધામ વિસ્તાર થી ૨૦ કી.મી ના એરીયા માં કરવામાં આવે છે. આ કાર્ય નિઃશુલ્ક કરવામાં આવે છે.

શ્રી કામધેનુ ગૌ સેવા અંજાર

કામધેનુ ગૌ સારવાર કેન્દ્ર (અંજાર આદીપુર રોડ શનિદેવ મંદિર પાસે) ચલાવી રહ્યા છે ત્યા અંજાર, આદીપુર, ગાંધીધામ શહેરો તથા આંતરીયાળ ગામડાઓમાં જ્યાંથી ફોન આવે અથવા મેસેજ મલ્યેથી ક્રમશ અનુસાર સંસ્થાની એમ્બ્યુલન્સ દ્વારા ગૌ સારવાર કેન્દ્ર મા ગૌવંશ ને તાત્કાલીક સારવાર 24 કલાક માં આપવામાં આવે છે તથા નિભાવ પણ કરવામાં આવે છે.
હાલમાં આપણી પાસે બે એમ્બ્યુલન્સ છે. એમ્બ્યુલન્સ દ્વારા બીમાર ગૌવંશ ને સારવાર માટે ગૌશાળા માં દાખલ કરવામાં આવે છે, અમુક કેસ ઇસ્થલ ઉપર સારવાર કરવામાં આવે છે,વધુ માં ૦૧/૦૪/૧૯ થી ૧૦/૦૪/૧૯ સુધી બીમાર ઇજાગ્રસ્ત અશક્ત બિનવારસુ ગાયો ના જુદા જુદા વિસ્તારો માં થી ૯૦ કેસ આવેલ છે, જેમાં અકસ્માત વાળા કેસ અને બીમાર થયેલ ગાયો ના કેસ તથા વિયલી ગાયો ના કેસ શામેલ છે


welcome

કામધેનુ ગૌ સારવાર કેન્દ્ર માં ગૌ વંશ ની બધી જ સારવાર કરવામાં આવે છે.
જેમકે ફેક્ચર , શીંગડા નો કેન્સર , પ્લાસ્ટિક કાઢવા માટે ની સર્જરી. ગૌ વંશ ની ડીલેવરી જેવા ઈલાજ કરવામાં આવે છે. સાથે અન્ય પ્રાણી ઓ કુતરા , સસલા , અને વિવિધ પક્ષીઓ નો પણ ઈલાજ કરવામાં આવે છે.
સંસ્થા જીવદયા ને વરેલી છે.

Photo Gallery

Cow protection is the eternal dharma of India.

Cow is the source of progress and prosperity. In many ways it is superior to one’s mother. I worship it and I shall defend its worship against the whole world.